હો જીરે મારા હંસા કરણી કમાવો તો રબજીસું રાચો,
તો આ તિરથ ત્રવેણી આપ ચલણાજી..૧.

હો જીરે મારા હંસા બુધની બંદૂક ને સુરતીનો દારૂ,
તો આ ગિનાન ગોલી, બીચ ભરનાજી..૨.

હો જીરે મારા હંસા પ્રેમનો પલીતો દિલસું દાગીજે,
તો શબદ ભડાકેસું લડનાજી..૩.

હો જીરે મારા હંસા ઢાલ ધણીની ધીરપસું બાંધીજે,
તો સતકી તલવારેસું લડનાજી...૪.

હો જીરે મારા હંસા નવ બાર નગરીમાં બાવન બજાર,
તે માહે કોઇ જણ સૂતા ને ને કોઇ જણ જાગેજી...૫.

હો જીરે મારા હંસા ઇસવરે નગરીમાહે એક કુવારી છે કન્યા,
તે તો કુંવારી સબ રસ માણેજી...૬

હો જીરે મારા હંસા ઇસરે નગરીમાં એક વીખીયાનો વેલો,
તે તો વેલે કીધો વિસ્તારજી...૭.

હો જીરે મારા હંસા ઇસરે વેલે ઇંદરા ફલ લાગા,
તે તો જેમરે વધે તેમ કડવાજી..૮.

હો જીરે મારા હંસા તેડાવો ગુણવંતા માલીને,
તે તો જડ મૂળથી કાઢી નાખેજી.૯.

હો જીરે મારા હંસા પાળે ઊભા પાંચે પાખંડિયા
તે તો ધણીનો હુકમ નવ માનેજી..૧૦..

હો જીરે મારા હંસા એસો ગિનાન પીર ભણાવે સદરદીન,
મારા મોમનભાઈ તમે રહેજો હુશિયારજી...૧૧.

Gujarati Ginans