એજી હંરે પિયાસી પિયા તેરે દરશનકી,
આશ પૂરો પિયા મોરે મનકી,
હંરે પિયાસી આશ તોરી,
તું ચિંતા મોરી કયું ન કરો,
ખિદમત ખાસ ખવાસ તોરી,
રૂઠા સાજન કયું ફીરોજી. ૧.

એજી સુનો મેરે કંથ કહયા મેરા કીજે,
મુજ નારીસું અબોલા ઈયું ન રહીજે,
કરો કરો કંથ કહયા હમેરા,
હમ દુઃખી રે દૉએલીયા,
સુરિજન મનની આશ પૂરો,
તો હમ સુખી રે સોહેલીયાજી. ૨.

એજી જલ બીન મછલી સો પીયા બીન કયું રહેવે,
પિયાજીકે કારણે સો જીવડા દેવે,
,જલ બીના મછલી હુઈ અકેલી,
દેખૉ કયું તરફડ મરે,
તરફડ કૂદે કછુ ન ,
મહેર માછી ન કરેજી. 3.

એજી જુઠીરે પ્રીત ભમરકી કહીએ,
પિયૂજીકા દરશન ઈયું નવ લઈએ,
જુઠીરે પ્રીત ભમરકી કહીએ,,
જો કલીયા કલીયા રસ લેત હય.
તેમ કિરીયાના હીણા ગાફલ અંધા,
સો પિયા પર જીવ ન દેત હયજ. ૪.

એજી સાચીરે પ્રીત પતંગકી કહીએ,
પિયુંજીકા દરશન ઈયું કર લઈએ,
સાચીરે પ્રીત પતંગકી કહીએ,
જોઉલટ ઉલટટ અંગ દેત હય,
એક દીપક કેરે કારણે,
,સો કંઈ પતંગ જીવ દેત હયજી. ૫.

એજી હમરે પિયાપર સબહી વારિયા,
પિયા મુખ દીજે વસત પિયારિયા,
એવા વાર ફેર ઉતાર ડાલો,
કુછુક બોલણા મન ધરો,
દૅયા કૉરીને સામી રાખો અમને.
એવા વેણ મારા ચિંત ધરોજી. ૬.

એજી દીદારી હોવે સૉ એસા ચહાવે,
સાહેબજીકું છોડ કર ઔળરકું ન ધિયાવે,
દીદારી હૉયય સો દિલ બાંધે,
નિત નિતત અદકા નેહ ધરે,
એક મન હોકર નામ લેવે,
પિયું દરશન સો કરેછી. ૭.

એજી યતીમ દાસીસું એસા ન કીજે,
મારા અવગુણ હોય સો ગુણ કરી લીજે,
હુરે અપરાધણ દાસી તોરી,
તું ચિંતા મોરી કીયુ ન કરો,
મારા અવગુણ હોય તો ગુણ કરો સામી,
એવા વેણ મારા ચિંત ધરોજી. ૮.

ઍજી નહી કુછ હોવે સો દાસી કહાવે,
અપનૅ સાહેબજીકું એસા ભાવે,
નહી કુછ હોવે સો દાસી કહાવોએ
નિત ઊઠ અદકા નેહ ધરે,
એક મન હો કર નામ લેવે .
ઈયું કરી જાલો દેહરેજી. ૯.

એજી એક મન થઈ સાહેબજીસું રહીએ,
હેતેસું રંગ એસા લહીએ,
હેક મન થઈ રહીએ સાહેબજીસું,
ચાહો ઘણેરો કીજીએ,
પ્રેમ ઉપર શીશ દેવે,
તો પિયાકા દરશન સો કરેજી. ૧૦.

એજી પ્રેમ તંતવ જેસા ન દેખું કોઈ,
સાહેબ રીજે કરીએભી સોહી,
પ્રેમે મોહિયા જે મૂવા,
તેનો ભલો જીવિયો સંસારરે,
કરતવ આછા કીજીયે,
તો સાહેબ લંઘાવે પારજી. ૧૧.

એજી હમ ગુનેહગાર બંદા ભી તેરા,
સાર કરો સાહેબ મોરી સવેરા.
સાર કીધી સાહેબજીએ મોરી,
રંગ રલિયા કરો સહેલિયા,
નરને પરસાદે મીરા ભણે સૈયદખાન,
ભાગા તે દુઃખ દોહેલીયા. ૧૨.

Gujarati Ginans