જીરેભાઇરે સમુદર બહોતણ બાનું વણજણ ભલે આવીયો,
વણજ કરી ફીરી ફીરી દેશ સધારીયોજી..૧.

જીરેભાઇરે અમરત ભોજન ખાઇ જીવડે પીંડ નીપાયા,
ચલ ગયો હંસ પીંડ કુછ કામ ન આયાજી.૨.

જીરેભાઇરે હીત જુગ જીવંતા બાને કીધી છે આશ,
સુકા સરોવર યલ ગયા હંસજી.૩..

જીરેભાઇ ચલ ગયા હંસ બાને દીધા છે પ્રાણ,
અરથ ગરથ માલ ધન હુઆ બીરાનાજી.૪.

જીરેભાઇરે સાત સરોવર નદીયું નવસો નવાણુ,
જીવડો ચલંતે સરવે રસ સુકાજી.૫.

જરેભાઇરે ભરિયા સરોવર બાને ચિતસું લાયા,
કીધા કરતવ બાનુ દુખ ભર ચલિયોજી.૬.

જીરેભાઇરે પડીયો સીચાણુ જીવડો ઝડપીને ઝાલીયો,
જીવની વારે તે કોઇ નવ ચડયાજી.૭.

જીરેભાઇરે કાયા નગરીમાંહે ઍક ચોરજ પેઠો,
જાગતા કેણે નવ દીઠાજી.૮.

જિરેભાઇરે નગર સોહામણુ બાને કાયા ગઢ ભેલીઆ,
નવહી દરવાજા શાહા મોરે રૂધિયાજી..૯.

જીરેભાઇરે ભાંગિયા કોટ કમાડ તેના ચોરાસી ચોવટા,
મીંજ બોતેર કોઠા,
ફિરતે ફિરતે જીવડો ઝાલિયો..૧૦.

જીરેભાઇરે માથાનો ભેજો ત્યાં કાને નીસરશે,
તિલ તિલકા લેખા સાહેબ લેશેજી.૧૧.

જીરેભાઇરે કોલ કરી જીવડો શાહાને વિસારયો,
તે મતનો બાંધિયો જીવ ઘણુ રોશેજી.૧૨.

જીરેભાઇરે આવંતા બી દેખીયા બાને જાવંતા બી દેખિયા,
થીર રહેણા કેને નહી પાયાજી..૧૩.

જીરેભાઇરે નવ નાટ કરી જીવડો રમી જમી ચાલિયો,
સપના સોણા હી જુગ ધંધાજી...૧૪..

જીરેભાઇરે આગલ હાટ નકો પાટ નકો વણજ વેપાર,
સાચલો સમર સાથે લીણાજી..૧૫.

જીરેભાઇરે ગિનાન અમી મહારસ પીર ભણાવે સદરદીન,
ગુરે ગિનાન સુણાયા, સાચલો મારગ પીરે દીખલાયાજી..૧૬..

Gujarati Ginans