એજી સતના સરોવર સરાસર ભરીઆ,
એવા અમીજલ ભરીયા સો આછા,

જીરે એણે સરોવરએ હો સતને સરોવરીએ,
હેતા રસ પાર વીરા ભાઈ બાંધોજી..૧.


એજી હંસાજીના રાજા જ્યારે ઝીલવાન બેઠા,
ત્યારે બગલા તડોતડ નાઠા.જીરે એણે..૨.

એજી ધરમની લહેર કાંઇ ઝરમર વરસે,
એવા અમીજલ વરસે સો આછા...૩.

એજી સાર પયો ને વીખે રસ ઢોળો,
એવા અમીજલ અદકા પીયાસા. જીરે એણે.૪.

એજી ચાર પાળીને તમે પાંચ જ વારો,
એવી આછી આછી કરણી કમાવો. જીરે એણે.૫

એજી કામ ક્રોધ જેના ઘટમાંહે જાહેર જીગ્યા,
તેણે જીત્યા જીત્યા દાવ સરવે હાર્યા.૬.

એજી ભણે પીર સદરદીન સાંભળો ગતીઉ મોમનો,
તો તમે બાર કરોડ માંહે ઝીલશો.જીરે એણે ..૭.

Gujarati Ginans