એજી સતના ઘટ વીરા સ્રેવીએ,
અને ઘટીપાટની વાર.,
સત સબુરી રાખીએ..૧

એજી એણે ઘટે પામીએ,
અને પામીએ અવિચલ રાજ,
અવિચલ રાજ તો પામીએ,
જો હોવે ઘટ વિશ્વાસ..૨.

એજી નિરમલ થઇને નૂર પીજીએ,
અને નીરંતર સુરત રાખ,
નીમનુ ફલ તો પામીએ,
જો હોવે ઘટ વિશવાસ.૩.

એજી ઘટપાટ માંહે ધીયાન જ રાખીએ,
અને સાચે મને વિશ્વાસ,
એણે ઘટે સ્ત્રી પુરૂષ સરવે આવશે,
તમે નિરમલ રાખો નેહ.૪.

એજી સ્ત્રી પુરૂષ સરવે આવશે,
અને બેન ભાઇનુ નેહ,
નજર નિરમલ જે નહિ રાખશે,
તેની જાશે નરગમા દેહ.૫.

એજી દોજખે જાશેરે જીવડા,
જેને ઘટપાટનુ નહી વિશવાશ,
તારે ઘટપાટનુ ધરમ સરવે જાયશે,
અને દેહી જાશે અગન જ માહેં.૬.

એજી પીર શાહ કહેતા ફલ પામીએ,
અને ફરમાન કહેતા દાન,
હેજંદા કહેતા હરખ આવશે,
કાએમ કહેતા સાહેબ જાણ...૭.

એજી સૈયદ ઇમામશાહ બોલિયા,
અને તમે એવારે ફલ કાંઇ ગમાવો,
પર સ્ત્રીથી જો ચેતશો,
તો ઘટ સુઘટ હોય જાણ..૮.

Gujarati Ginans