સખી માહાપદ કેરી વાત, કે કોઇક જાણેર,
જેને સતગુર મલિયા સાર કે સોહી પીછાણેરે.૧.

સખી નાભ કમળ ઘટમાંહે કે સોહંગ ઊઠરે,
ત્યાં જાપ જપે છે હંસ કે તાર ન ત્રુટેરે..૨.

સખી ઈંગલા પીંગલા સાર કે સુખમણા નાડીરે,
ત્યાં ચંદ્ર સૂરજ મળી બે, કે મનછા મારીરે..૩.

સખી ત્રવેણી ઘટમાંહે કે અખંડ જોતીરે,
ત્યાં ઝગમગ ઝગમગ થાય કે વરસે છે મોતીરે.૪..

સખી વંક નાડ મુકામ કે સાચો કહીએરે,
ત્યાં નિરત સુરત મીલી બે કે પરચો લઇએરે.૫.

સખી પાંચ કોસ પર ધામ કે નિશાન ધારીરે,
ત્યાં ધરી સુરતનુ ધ્યાન કે શ્વાસો મારીરે,૬.

સખી એટલા સરવે નિશાન કે મેલ્યા નીચારે,
ભાઇ તેથી ઊંચોરે દેશ, કે ચડવા ઊંચારે..૭.

સખી સઘળા રોમે રોમ, કે લાગા જપવારે,
તારે સઘળા તે ઘટના ચોર લાગા છુપાવારે.૮.

સખી પિંડ તણી ખબર કે સઘળી વિસરીરે.
જયારે સુરતી ચડી ભરમંડ, કે ફુટી નીસરીરે..૯.

સખી અરસ કુરસના કોટ કે જોયા નીરખીરે,
એવા સપ્ત દ્રીપ નવખંડ કે જોયા પરખીરે..૧૦.

સખી વેદ કિતાબ માંહે, કે એ ગમ નાહીરે,
ત્યાં નહી દિવસ રાત, કે ધૂપ ન છાંઇર.૧૧.

સખી કેવા સરીખો નથી, કે મારો સામીરે,
એ તો જોયા સરીખો છે, અલખ અનામીરે.૧૨.

સખી અલખ અનામી સાહેબ, કે લાગા મીઠારે,
ભણે પીર સદરદીન સાર, મેં નજરે દીઠારે.૧૩.

Gujarati Ginans