એજી શેઠ કહે તમે સાંભળો વાણોતર,
વણજ રૂડો કરી લાવોજી..૧.

એજી ડાયા થાજો તમને શી દઉ શિખામણ,
લાભ ઘણેરો કરી લાવોજ.. ૨.

એજી પર ને પૂછી તમે પંથ કમાવો,
નબી મહમદનીશિખામણ હઇડે રાખોજી..૩.

એજી ઘોર અઘોરમાં તું બહુ દીન હોતા,
તુંને ઘણીયે ઘણીયે વિઘને ઉગારીયાજી.૪..

એજી અણ ચીંતવ્યા તુંને ભોજન પૂરિયા,
માતા પિતા વીના પાળ્યાજી..૫.

એજી નવરે માસ તુંને પેટ માંહે રાખીયો,
નબી મહમદે બંધ છુડાયાજી..૬.

એજી કોલ કરી જીવડો બાર નીસર્યો,
માયા દેખીને જીવડો ભૂલોજી..૭.

એજી મોટેરો હાટ તારા બહુરે વાણોતર,
તું આપે આપે શેઠ થઇને બેઠોજી..૮.

એજી ખોટા તારા ત્રાજવાને દાંડી માંહે કાનેતર,
કાટલા ખોટા તારા ભારીજી..૯.

ઐજી ઓછું દીધુ જીવડે અદકેરૂં લીધું,
જીવની ચિંતા ન કીધીજી.૧૦.

એજી એજી ખીર ખાંડ ગ્રત અમરત ભોજન,
ઉપર પીયો છો શીતલ પાણીજી..૧૧.

એજી ઢોલીયા તળાઇ ઉપર ઓછાડ પથરાવ્યા,
ઉપર ઝીણાં ઝીણા વાહો ઢોળાયાજી..૧૨.

એજી શેઠના તેડા તુંને તેડવાને આવ્યા,
ચાલો વાણોતર વેગેજી,.૧૩.

એજી તાળા કુંચીંઉ તારી રહીયૂં રે વખારે,
તું કેમ ચાલ્યો ઠાલે હાથેજી...૧૪.

એજી સગા કુટુંબ જીવના મલી કરી બેઠા,
કોઇ ન ચાલે જીવને સાથેને સાથેજી..૧૫.

એજી સગા કુટુંબ જીવને વોળાવીને વળીયા,
પાપ ને પુન દોય સાથેજી,..૧૬.

એજી શૅઠ કહે તમે સાંભળો ફિરસ્તા,
જીવડાના ખાતા કાઢોજી..૧૭

એજી શેઠ ને વાળોતર બેઇ નામું કરવા બેઠા,
ત્યાં જીવડો ઘણેરો ધ્રુજેજી.૧૮..

એજી પાને પાને જીવના પાપ લખાણાજી,
માંહે ધરમનુ અકશર ન સુજેજી..૧૯.

એજી ભણે પીર સદરદીન,
સામી અમે તમારૂ સરવે કુછ ખાધુ,
મયા કરો તો જીવડો છૂટેજી..૨૦.

Gujarati Ginans