એજી વેનતી કરૂ છુ સાહેબ મોરાને,
હસીને સામું જુઑજી,
હસી બોલાવો મારા હંસાજીના રાજા,
શરમ હમારી યાઅલી તુહીંજી...૧.

એજી કર જોડી એમ માંગુ હો સાહેબ,
આશ હમારી યાઅલી પુરોજી,
હમે ગુનેગારી બંદો દોસારી,
મારો જીવડો છે તમારે હજૂરજી...૨.

એજી વાચા પાળો મોરા કાયમ સામી,
અમે આવયા છીએ તમારે શરણેજી,
અતિ આધીન થઈ પાય જ લાગુ,
તો પાપ હમારા યા અલી પરહરોજી...૩.

એજી પાપ પરહરી સાહેબ ભેટયા,
ને હેતેસું હઈડો મારો હરખયોજી,
મોરો મન બાંધો આપણા અલખ સાથે,
અમી મહારસ ભીરખીયાજી...૪.

એજી ભાઈરે મોમન તમે ભાવે આરાધો,
ને હૉતેસું અલીને આજીજી,
જેક મનથી આપણા સાહેબ સ્રેવીયા,
તો પામીયા અવીચલ રાજજી..૫.

એજી કાયમ સામી શાહ કહેક માહે બેઠા,
ને અલી રૂપે અવતારજી,
પાત્ર સીતોતેર ઈમામ ચાલીસ,
પરતક શાહ નિઝારજી...૬.

અજી શાહ નિઝાર જેને ભટિયા,
તેની કાયા અવીચલ થાયજી,
પાપ જાવે સરવે ભવ તણા,
પછી દેહી તેની નિરમલ થાયજી..૭.

એજી પોપ પરમલ દેહી છે નિરમલ,
સહેજેથી સતપંથ ધિયાવોજી,
હીરાને વીરા તમે પરખીને લેજૉ,
નહીકા ફોકઽ ખાયસો ફેરાજી...૮

એજી આશ પૂરી સાહેબે ઊણીઆચાની
શાહા નિઝારશાહની વારજી,
ઉમેદ ધરતા આશ જ પોહોતી,
ને ભેટિયા તંતૃવ દીદિરજી. ૯.

એજી આપ પીરસાદે સાહેબે અરદાસ સાંભળી,
અમને કીધા તે જૂગા જૂગના દાસજી,
ભણે સૈયદ અબદલ નબી હાથીડું દેજો,
આશા કલજુગ વીખડો સંસારજી...૧૦.

Gujarati Ginans