યારા અનંત કરોડીએ વધાઈઉ,
વર જંપુઅમે આયો શાહા. ૧

યારા ઘર રીખી જે વધાઈયું,
શાહ દીંધો દઈતે દુહાગ..૨.

યારા દુહાગ દઈતેં મૂર ન સિરવીઓ,
વાએક ન મનેઓ જીન..૩.

યારા વચન વોહોન ગુર પીરજે,
સે સહીઅ દીદાર પસન...૪.

યારા જીની સિરેવીઓ શાહ હેક મન,
અમરાપૂરી પામી તિન..૫.

(અહીથી રાગ ફરે છે)
યારા ધન ધન વર દેલમ દેશ,
એ સોહામણો શાહાજો વેશ,
જેણે થાને શાહા નૂર પાયા આંઈ જીઓ,.૬.

એજી લધો હમ યારા સીલ એ પિયાર,
રિખીઅનજે ઘરે રાજ,
વધામણા ગુર ગતીઅનજે ઘરે આંઈ જીઓ..૭.

એ જીઓ મોમન મિલી પાવલ પીઅન,
લધીરે જીની યારે સુધ,
સાધ સે થઈ હલેઆ આંઈ જીઓ..૮

એ જીઓ જીતે હમ શાહા કેરી રીત,
શાહા ઘણી ઘણી આંસે પ્રીત,
દેલમ રાહા ભલે આયા આંઈ જીઓ..૯.

એજી હમ શાહા નૂર કેડો ચાહો,
શાહા દેલમ ધણી ચાહો,
દિલ તખત એ રચાયા આઈં જીઓ..૧૦..

એ જીઓ આવશે દાતાર ગઢ મુલસતાન,
પૂરે શાહા પરીઆણ,
નગારા સાહેબી વજંદા આંઈ જીઓ...૧૧.

એ જીઓ બાલી બાલી સાહેબ વર કંથ,
સબ દેહીઅનજો ધણી રાજા આંઈ જીઓ...૧૨

એ જીઓ બોલ્યા બોલ્યા પીર સદરદીન,
સચો શાહા તોજો દીન,
ગતીઉ શાહા પીરરરજી સિરેવા કરીયો આંઈ જીઓ..૧૩.

Gujarati Ginans