યા અલ્લાહરે તમને શ્રેવું મારા હંસાજીના રાજા,
કાયમ કરોને અસવારી.૧.

યા અલ્લાહરે ભાઇજી માટી પાણી,
માટી પાણી લે કર,
કાયા રતન એ બનાઇ.૨.

યા અલ્લાહરે ભાઇજી ઊડ ગયા હંસ પડી રહી માટી
મુસ્તક પડી સીર ભારી..૩.

યા અલ્લાહરે ભાઇજી આછા આછા નીર,
નીર મંગાય કર,
કાયા રતન એ પખારો.૪.

યા અલ્લાહરે ભાઇજી ઝીણા ઝીણા કપડા,
કપડા મંગાય કર,
કાયા વસ્તર એ ઓઢાયો.૫.

યા અલ્લાહરે ભાઇજી દોએ મિલો મિલો,
મિલો મેરે ભાઇજી,
મિલ કર મંજલી એ ઊઠાવો..૬.

યા અલ્લાહરે ભાઇજી ચાર પાઇએ ચારભાઇ,
ચારભાઇ આપણે,
લે જાઓ જંગલ એ મીંજાર...૭.

યા અલ્લાહરે ભાઇજી પહેલી મેજલ પહેલી મેજલ,
મિલો મેરે ભાઇજી,
પહેલી સો નીમાઝ એ ગુજારો,.૮.

યા અલ્લાહરે દુજી મેજલ દુજી મેજલ,
મિલો મેરે ભાઇજી,
લઇ રાખો ગોર એ કિનારે..૯.

યા અલ્લાહરે ભાઇજી ગોર ખોદિયો,
ગોર ખોદિયો મેરે ભાઇ,
આયા બંદા એ દોસારી,૧૦..

યા અલ્લાહરે ભાઇજી અંબર ને ધરતી,
ધરતી વીછાયે કર,
તે વીચ રાખો મેરે ભાઈ..૧૧.

યા અલ્લાહરે ભાઇજી લતીઆરે ગુતીઆ,
લતીઆ ગુતીઆ દે કર,
અજબકી સુરત એ બનાઇ..૧૨.

યા અલ્લાહરે ભાઇજી કીસકા મંડપ કીસકી મેડીઆ,
કીસકા રાજ એ દુઆર..૧૩.

યાઅલ્લાહરે ભાઇજી તમે વરો,
તમે વરો જાઓ ઘર આપણે,
હમકુ તો જંગલ રૂખસું યારી...૧૪.

યા અલ્લાહરે ભાઇજી ભણે પીર સદરદીન,
સુણો ગતીઉં મોમનો,
ગુર મુખે દીજે વસત એ પિયારી..૧૫.

Gujarati Ginans