સખી મારી આતમના ઓધાર કે અલગા મ જાજોરે,
એવો સરૂપ મીંદરયો સાર ત્યાં તમે બિરાજોરે,.૧.

સખી સેજ અનુપમ સાર પલંગ પર વારીરે,
હું તો પ્રેમે પિયાજીને પાસ કે દુખડા વિસારીરે..૨.

સખી હીંચે હીડોખાટ કે સાસ ઉસાસેરે,
મારા અંગડામાં ઉઠી લહેર પિયાજીકે પાસેરે,,૩.

સખી વાલમ વિરેહની વાત કેની આગળ કહીયેરે,
કોઇ સંત મીલે સુધીર, તો સમજીને રહીયેરે,..૪.

સખી ખાલક ખલકણહાર તેણે લઇ તારીયારે,
પીર સદરદીને પકડી બાંય ભવસાગર ઊતાયરીયારે,.૫.

Gujarati Ginans