ભાઈ તિની વીરેજીઉં ઉમેદું આસુ પુનીઉ,
જીઓ જીઓ જે મન જે મન ચિંદેયું..૧.

યારા ઘર રિખીઅનજે વધાઇયુ,
જુગ મેડો જીઓ મેડો તેત્રીઅ સાણ,,૨.

યારા વીંધીયો સો ગિનાન મુશાએદો,
વીરા મન જીઓ મનમા લાયો ભિરાંત.૩.

આગા હુંતા તોઇડે તોડા તોડ,
સામી અરજ અરજ તુંહી અંતરજાણ,૪,

યારા તિથ સતઇમા રોહોણ નખત્ર,
સંજ થાવર થીંદો શાહજો વીઆં..૫.

યારા જાની શાહજા વીરા હેકાંધા,
શાહાપરણે જીઓ પરણે ત્રિભોવર રાય,૬

યારા ગુરસો બાર ગુર આયો,
મન સિરેવો જીઓ સિરેવો દ્રઢ વિસવિસ..૭.

યારા નૂર શાહજો ગતીઅમે વરસેઓ,
વરસેઓ જલ થલ જલ થલ મયરલો,૮.

યારા મતા કોઇ આંખે તિસ દિન,
વીરા તામુ જીઓ મુંતા સઇઅ ન સોહો,૯

યારા ફૂલ સુઘંદ સુચંદ વણે,,
વીરા લાધી જીઓ લાધી રાહા ભમરડે.૧૦.

યારા નરજે પરસાદે શાહાખે વીનોવે,
પીર બોલેઆ જીઓ બોલેઆ પીર સદરદીન.૧૧.

સચે શાહજ પીરસાદે શાહખે વીનોવે,
પીર બોલેઆ જીઓ બોલેઆ પીર સદરદીન..૧૨.

સચે શાહાજા દીદારી સે જુગા જુગ,
જસ મોમનેકે જીની લધડો હી ભેદ.૧૩.

Gujarati Ginans