એજી બીંદ્રારે વનમાં સુખ ચરેરે ગાવંત્રી,
ચરંતે ચરંતે સિહલે વશ પડયા,૧.

એજી રહો રહો સિંહલા તુમ મત નાખો હાથ,
હું તો વિછડે કેરી ચૂસણીજી.૨.

ખમો ખમો સિંહલા તમે ધામ કરી બેસો,
વચન આલીને ગવરી ચાલિયા..૩

પહેલે હીચોલે ગવરી સીમ શેઢે આવી
બીજે હીચોલે ગવરી વાડીયે,૪.

ત્રીજે હીચોલે ગવરી ઝાપલે આવી,
ચોથે હીચોલે ગવરી કોઢમા.૫.

ઊઠો ઊઠો વછડા તુમ દૂધ મેરા પીયો,
મેં વાચાકી બાંધી આઇ,૬..

વાચાકી બાંધી માતા દૂધ નાંહી પિયું,
મેં ચલુ તુમારે સાથ,૭..

આગે આગે વાછડા ને પીછે ગાવંત્રી,
ભાઈ સિંહલે ઘેર સધારિયા,૮...

એકકુ બુલાયા તો દો ચલકર આયા,
ભાઇ સિંહલે ઘેર વધામણા,૯.

ઊઠો ઊઠો સિંહલાજી માંસ મેરા ભરખો,
પીછે ભરખો મોરી મારી માઇ,૧૦..

એટલી રે સુધ બુધ કોણે તમને દીધી,
કોણે તે તમને બોધિયા..૧૨.

એજી જાઓ જાઓ ગાવંત્રી તુમ મેર બહેના,
વછડા મેરારે ભાણેજડા,૧૩..

જાઓ જાઓ ગાવંત્રી ડૂંગરને કોરે મોરે,
ખડ રે ખાઓ પાણી મોકડા,૧૪...

ભણે પીર સદરદીન તુમ સુણો મોમન ભાઈ,
આપણો સતપંથ સુધો કરી જાણો,૧૫.

Gujarati Ginans