એજી પહેલોરે નામ ખુદાજીકો લીજે,
બાવા નામ ગીડે જીવ છૂટે …૧

એજી નામ ગીડે શાહ તેરા મોલ અડાયા,
ઉસ માહે સોનેકા ચૂના જડાયા …૨

એજી મોલ અડાયા શાહ તેરા જરુખા જડાયા
ઉસ માહે મોમન મુનીવર જુલે …૩

એજી શાહ પીર દોય મિલિ કરી બેઠા
મોમન કોલ તમારા સભારોજી …૪

એજી નવ પાતિયુ નિરતસુ
ભાઈ દસોદ સાહેબજીને આલો …૫

એજી શાહ પરસાદે પીર બોલયા હસનશાહ,
સામી રાજા અસવારી વેલડી કરજોજી …૬

Gujarati Ginans