નિંદ કરતા નિંદ ગઇરે, નિદ્રાએ ગઇ સારી રાતજ.૧

નિંદ કરતા દિન વહી ગયોરે, તો પ્રાણી પડયો ભજને હાથજી..૨

પાછમ બેઠા બાદશાહ, તો ગઢ મેદની ચોમારજી..૩.

રિખીસર તારન સામીજી આવ્યા, તો દંઇતોનો ખંગાલજી..૪.

સુકરીત હોય તો સંચલોરે વીરા, તો કાહે કરો છો વારજી,..૫.

કાલ કરો તો પ્રાણી આજ કરોરે, તો આડો છે કાળજી..૬.

જેવા મંછા તેવા માનવી, તો પ્રાણી ઓચિંતા પડશે જાલજી.૭.

સામી સરોવર અમે વાયેલા, તો સામી તમ ત્રુઠે ભરી આશજી.૮.

વોહોરત વોહોરો વોરલોરે, તો ખરચો તે વીર દલાલજી..૯.

બાહુ તે આગલલ અવલ શાહરે, તો જંપુદીપનો સુલતાનજી..૧૦.

એમ બોલ્યા પીર હસન કબીરદીન, તો સામી ગુનાહ ફજલ કરાવોજી.૧૧.

Gujarati Ginans