એજી નવરોજના દિન સોહામણા,
શ્રી અલી કાયમ શિકાર રમવા વન ગયા,
સેવકના મન થયા ઉદાસી,
પ્રાણ અલી ચરણે રહયાં..૧.

એજી શ્રી કાયમ પ્રીતે જો ચિંત બાંધી,
નરને પ્રીતે અમે વન ગયા,
એવા વન સોહામણા નર કાયમ દીઠા,
ડેલા દઇ દેવ.તા રહ્યા...૨.

એજી ભલુ સાહેબે સુમત આલી,
શ્રી અલી કાયમ સાથે રમવા અમે વન ગયા,
અનંત આશા પૂરી અમારી,
શાહ દિલ ભાવે ગમ્યા...૩.

.એજી હેતે અલીસું હીરખ બાંધ્યો,
અવિચલ રંગ સાહેબે ગીરહિયા,
એવી ચિત બાંધી નર કાયમ સાથે,
સત ભંડાર મોતીએ ભરિયા..૪.

એજી અમે સાહેબ સાથે સહલ કીધા,
રિધ સિધ જ પામીયા.
એક મન ગિનાન જે સાંભળે,
આ જીવ તેના ઓધરિયા..૫.


એજી જીવ જયારે જુગત પામે,
પ્રાણ પોપે રમ રહયા,
અગર ચંદન પ્રેમ રસિયા,
હેતે હંસ સરોવર ઝિલિયા..૬.

એજી ગઢ ચગવાને કિલ્લે શાહ ખલીલ્લાહ રમે.
ત્યાં ફતેહઅલીને મયા કરીને બોલાવીયા,
અનંત આશા પૂરી અમારી,
નિત અલી નૂરે ઊઠીયા...૭.

એજી ભાઈરે મોમન તમે ભાવે આરાધો,
ભણે શમશી તમે સાંભળો રૂખી,
સાહેબના ગુણ નહિ વિસારે,
તેના પ્રાણ નહિ થાશે દુઃખી..૮.

Gujarati Ginans