એજી નૂર વેળા નૂર પીયો,
અહીં કરીઓ મન આનંદજી,
પોપ વેળા રાખો શાહ પીરસું સંબંધજી,

તમે જાગો જગો ભાઈડા રયણ વિયાણીયાજી,
તમે ચેતો મોમન ભાઇજી રયણ વિયાણીજી,.૧.

એજી ઉત્તમ હોઈ નાહી ધોઇ,
આપણા અલખને આરધો,
ખોટારે નાણા તમે દૂર ચૂકાવો..તમ જાગો.૨.

એજી ઉત્તમ અભિયાગત અલખને,
આરાધો મોરા ભાઇજી,
ઓર સરવે ભૂત કેરા વાસા જાણોજી..તમે જાગો ૩..

એજી ખટ ઘડી પાછલી રહેણી રહે,
તારે તમે જાગો મોમન ભાઈજી,
જાગી જાગી આપણા અલખને આરાધો..તમે જાગો...૪.

એજી ભણે પીર સદરદીન,
હી જૂગ પાછલી રહેણી,
સત કેરી વાટ કેણે વીરલે જાણી..૫.

Gujarati Ginans