દીવડા બતી માંહે જીઉ તેલ સમાણા. ૧.
વાંકો રૂપ તમે કાંએ લીઓ કાંણા.૨.
અશટ પખારી અલી તીસ માહે સમાણા. ૩.
એ મન અપરમપરસું વિંધાણાં. ૪.
દહીં દૂધ માંહે જીઉ ગિરથ સમાણા. ૫.
એ મન અપરમપર જયું લપટાણા. ૬.
ફૂલ સુગંધ માંહે ગંધજ સોહી. ૭.
ગિનાન સહીત બુજે વીરલા કોઈ. ૮.
સમજ જીવ આદે શાહા કિયા. ૯.
કબુક નામ લે તો હએ તુજ માંહે પિયા. ૧૦.
અકલ ખેલ પિયા કા કહીએ ધારા. ૧૧.
રાહો રંક એક મારગ લાયા. ૧૨.
અકલ ખેલ ખેલો મેરે ભાઇ તો લોણો. ૧૩.
પહેલી આસ જીવકી જીવકી છોડો. ૧૪.
જીસકું વેદના પિયાસું લાઈ. ૧૫.
સો પિયા બીના કયું જીવે ભાઈ. ૧૬.
એ તો મંએ દો કેમ કરી રાખું. ૧૭.
એજી સોહી મેં આપ સમાણી. ૧૮.
ભણે પીર સદરદીન મેં શાહકી બાની. ૧૯.

Gujarati Ginans