એજી દુનિયા ચલીત્ર દેખકે બંદે મત તું જાયરે ભૂલાય,
સપનાતરનુ પેખણુ બંદા તેસો આરે સંસાર

મોમનભાઇ કર લિયો ખુદાસે પ્યાર
આશા સિરેવો તે સીરજણહાર,
મોમનભાઇ કર લિયો ખુદાસે પ્યાર..૧

એજી કાચી કાયા જૂઠી માયા,
બંદે નહીં ચાલે તેરે સાથ,
અંતકાળે જાઇશ એકલો,
બંદા જાઇશ ઠાલે હાથ મોમનભાઇ..૨.

એજી પૂતર ધીયર ભાઇ બંધવા,
બંદા નહી ચલે તેરે સંગાત,
સમરી લીયો સચે સાહીકું
તો હોયશે અમરાપૂરી વાસ મોમનભાઇ...૩.

એજી મદ અહંકાર ન કીજીયે,
બંદા વિચારો આપણે મન,
વજર ભીંતે અમને રોકયા,
બંદા છ માસ છ દિન મોમનભાઇ..૪.

એજી મહેરબાન હુવા શાહા આપણા,
બંદા ભીંત હુઇરે ખલાસ,
ઉનકું સમરો સચે સીધકસું,
બંદા જા લગી ઘટ માંહે સાસ
મોમનભાઇ.૫.

એજી પીર સદરદીન બોલિયા,
બંદા કીજે સાહેબજીકી આશ,
ઉનકું સરેવો સાચે સીધકસું,
બંદા જપો સાસ ઉસાસ મોમનભાઇ...૬.

Gujarati Ginans