તારીએ તું તારણહાર ખુદાવંદ,
અવર ન તારે દુજા કોઇ અલી તુંહી તુંહી તુંહી,.૧.

ખણમે કીના રવિરસ ભાણા,
ધંધુનકાર ન હોય અલી તુંહી તુંહી તુંહી...૨.

એજી માઇ કીસીકી ને બાપ કીસીકા,
જીવડે સંગ ન કોઇ અલી તુંહી તુંહી તુંહી..૩.

એજી ધીય કીસીકી ને પુત્ર કીસીકા,
ૢમાયા મોખ ન હોય અલી તુંહી તુંહી તુંહી.૪.

એજી સચેજો સમરથ આગો સામી,
હથે દીનુ ફલ સોહી અલી તુંહી તુંહી તુંહી..૫.

એજી દુલ દુલ ઘોડે સચો સામી રાજો ચડશે,
પાગડે રતન જડાએ અલી.તુંહી તુંહી તુંહી..૬.

ભણે પીર સદરદીન સાહેબ તેરે શરણેં,
મૌલા વીના મોખ ન હોય અલી તુંહી તુંહી તુંહી..૭.

Gujarati Ginans