તારે પુઠીઅડે છે પાંચ,
સાચલો સમર લેજો સાથ, જીરે વણજારાજી,
જુગમાંહે લેજો ઘણેરો લાભ,
કલમાંહે લેજો ઘણેરો લાભ,
આગળ સામી રાજો લેખા માંગસે જીરે વણજારાજી..૧.

એજી ખોખરી ભરી છે તોલ આગ,
પાંચ પોઠીઅડા ભરે છે લાકડા જીરે વણજારાજી.૨.
એજી તારે પોટડીઓ લેજો સાથ,
આગલ કોઇ કેને પાણી નહી આલસે જીરે વણજારાજી.૩..

એજી તારે ખાવાનુ સમર લેજો સાથ,
આગલ હાટ નહી વાણિયા જીરે વણજારાજી.૪.
એજી તારે ખાવા મલ્યો કુટુંબ પરીવાર,
આગલ કોઇ કેનુ નહી થાયશે જીરે વણજારાજી.૫.

એજી એ તારી ખોટી છે ઘરડાની નાર,
જે તુને વોરાવીને પાછી વરે જીરે વણજારાજી.૬..
એજી એ ઞિનાન બોલ્યા પીર શમ્સ ચોટ,
સાચલો સમર લેજો સાથ જીરે વણજારા.૭.

Gujarati Ginans