જાગો જાગો હો મ સૂમઓ, હી નર શાહ પ્રગટ હુઆ.૧.

જેણે સરજયા જીવ પીંડ હો, સો શાહ રચીયો મઉલા.૨.

રહેણ અંધેરી મેહજ બરસે, નશ્રત્ર રોહોણ ગાજશે..૩.

ચો દીશ ચમકે વીજળી, નદીએ નીર પૂરેસે...૪.

નીર તપે સીર તેલ જીઅં જીઅં ભાઇ કડા ચડેસે..૫.

મન હઠી જે કિરીયાંદા હીણા, સો સાએર ડૂબ મરેસે..૬.

સચા યારા શિલવંત, તે ચડી પાર લંઘેસે..૭.

મેર પરબત ડૂંગર, તે સીર મચ્છ તરેસે...૮.

ગિનાન મહારસ ગોફતે હસનશાહ, સાચા યારા પાર લંઘેસે..૯.

Gujarati Ginans