જીરેભાઇરે જૂઠીરે દુનિયા તમે કાંઇ ભૂલો,
અને છોડો તે મનદા અંધેરાજી,
ઇસ દુનિયાસુ જેણે ચિંત ન લાયા,
તીસે નહી દુજા ફેરાજી,

આશ તો એક અલખકી કીજે અને અવર તે આશ નિરાશજી,
સાચે રે મને સામીજીને સરેવો તો હોવે અમરાપૂરી વાસજી
આશ તો..૧

જીરેભાઇરે ગિરભાવાસકી વાચા સંભારો,
અને કોલ કાયમજી પાળોજી,
સાચો સિદક મન રાખો આપણુ,
ને પંજભુને તમે વારોજી આશ તો..૨.

જીરેભાઇરે ચેતણહારા તમે ચેતો મોરા ભાઇ,
અને કરો તે આછી કમાઇજી.
અંતકાળે તો એકલડા ચલણા,
સાથે કોઇ બાપ ન માઇજી આશ તો..૩.

જીરેભાઇરે હાથ ઘસેને ધુસાસા મેલે,
અને જીભ તે હોયશે બંધજી,
અંતકાળ વેળા એવી ઓંજી રે જાણો,
ને કુછ ન સુજે સંઘજી આશ તો..૪.

જીરેભાઇરે આંખલડીએ પાણી એમ રે ચાલે,
જેમ નદીએ વહે નીરજી,
તીસ વેળા માંહે પ્રાણી સેંસા માંહે પડશે,
અને ન રહે મન માંહે ધીરજી આશ તો..૫.

જીરેભાઇરે કાચીરે કાયા તુજે કામ ન આવે,
ને મિટી તે મિટીમાંહે મળી જાવેજી,
ઉત્તમ કરણીએ જો તમે ચાલો,
તો ફરી ફેરો નહી આવેજી આશ તો..૬

જીરેભાઇરે આલ ઇમામ આરાધો મોરાભાઇ,
તો હોવે બહોત કમાઇજી,
ઇસરે આલકું તમે સાચી કરી જાણો,
તો હોવે અનંત ભલાઇજી આશ તો..૭..

જીરેભાઇરે વચન હમારા તમે સાચા કરી જાણો,
અને મન માંહે શક ન આણોજી,
પીર સદરદીન કહે તમે સુણો મારા મુનિવરો,
સાચો તે સાહેબ પીછાણોજી.આશ તો...૮.

Gujarati Ginans