અબધૂ જુગત જોલ સંતોષ પાત્ર કરો,
અને ડંડા કરો વિચાર,
ખમિયા દયાકી દોય મુદ્રા પહેરો,
ગિનાન કરજો આહાર,

અબધૂ તે જોગી જુગમાહેં,
જાકો મન દુજારે નાહી,
અબધૂ તે જોગી જુગમાંહે,..૧.

અબધૂ ગુર મેરા ગિનાન વેરાગકી ઇંદ્રી,
અને સંગમ કરો ભભુતા,
સાચ ધરમ સચ કરી ધિયાવો,
તો જોગી હય અબધૂતા..અબધૂ તે જોગી..૨.

અબધૂ ચાંદો સુરજ દોય રોકી રાખો,
અને મન ચિત ધરો ઇસ ડંડી,
સુખમણા તંતી વાજણ લાગી,
એ ભેદ કીસે જ ખંડી અબધૂ તે જોગી..૩.

અબધૂ સબ અવગુણ તજો ત્રિવેણી નહાવો,
અને અનહદ નાદ બજાઓ,
કહે પીર શમસ જીવંત મરીયે,
તો અવરથ જનમ ન પાઓ, અબધૂ તે જોગી..૪

Gujarati Ginans