હે જીરેભાઇરે ચેત ચેત બાના મન ચંચલ કરી ચેતો,
અને જબ લગ ઘટ માંહે સાસજી.
ભાવ હુવા પણ ભગતી ન હુઇ,
જીવડો ઊઠી ચાલિયો નિરાશજી,

પીરના બોધ ગિનાન સુણી જેણે ભેદ ન પાયા,
એણે ગાફલે જનમ હરાયાજી,
તેણે પાપીએ ફોકટ ફેરા ખાયાજી પીરના... ૧.

હો જીરેભાઇરે હી જુગ હાટ બજાર કરી જાણો,
અને સબ જુઞ વણજણ આયાજી,
વણજી સકો તો વણજો મોરાભાઇ,
નહીકા ખાસો ફોકટ ફેરાજી પીરના... ૨.

હો જીરેભાઇરે નયણભી થાકી ને બચણભી થાકી,
અને થાકી તે સુંદર કાયાજી,
જનમ મોભ સઘળી થાકી,
પણ એક ન થાકી કૂડી માયાજી પીરના.. ૩

હો જીરેભાઇરે આપણા સામીજીને સાચુ કરી શ્રેવો,
અને દિલ માંહે વિસવાસ આણોજી,
ભણે પીર સદરદીન કબહી ન હારો,
જો જોઇ જોઇ પાસા ઢાળોજી પીરના...૪.

Gujarati Ginans