એજી ખડિયા પડિયા લેટિયા બેઠિયા મેડે ભાઇવે,
હરદમ સામી રાજો સંભારીયે.૧.

એજી જરમે ભલેમે મેડે ભાઇવે,
ઘટ પદ સામી રાજો સંભારીયે.૨.

એજી દેશથી પરદેશ આવ્યા મેરે ભાઇવે,
પરદેશથી દેશ સધારશો..૩.

એજી કિયા લઇ આવ્યા ઇસ દુનિયા દે વીચ મેડે ભાઇવે,
તેસા જઈ તો કયા લઈ જાયસી..૪.

એજી ઘુમતા ફીરના ઈસ દનિયા દે વીચ મેડે ભાઈવે,
ફીર એસા લતુ ન પાયસી..૫.

એજી અજબ અજાયબ રાહ લઈ આયેયા ઈસ દુનિયા દે વીચ,
મેડે ભાઈવે, તુસા રાધેદા ફલ પાયસી.૬.

એજી અકા અંબા દ્રાખા રૂહીયા મેડે ભાઈવે,
તુસા સવાદ ફલેદા પાયસી.૭.

એજી તોબા સારી બંદેનુ લોણિયા મડે ભાઈવે,
હી કાયા કાચી કામ ન આયસી.૮.

એજી હથ વીચ કામ મુખ વીચ નામ સામી રાજો સંભારીયે,
મેડે ભાઈવે, માંગ ફઝલ બાના ફલ પાયસી.૯.

એજી ગોફતે પીર હસન કબીરદીન મેડે ભાઈવે,
યા શાહ ભુલણાકું, મારગ લગાયસી.૧૦.

Gujarati Ginans