એજી કાંયરે મોમન ભાઈ તમે સોવોરે નચિંતા,
ઝિકર કરતા વિલંબ ન કીજે.૧.

એજી મોમન હોકર નચિંત સોવે.
સો કેમ દીદાર અલીના જોવે.૨.

એજી ખાવે પીવે આપ મુરાદા,
સો જીવ દોઝખે જાવણહારા.૩.

એજી મોહ માયા કારણ ફંદરે કિયા,
ગાફલ થા તાકૂં દોઝખ દિયા.૪.

એજી ભણે પીર સદરદીન તમે સુણો મોમનભાઈ,
આવે નકલંકી તમે લીયોરે વાધાઈ.૫.

Gujarati Ginans