એજી કાયમ દાયમ તુ મોરો સામી,
તેરે નામે ભી કોઈ કોઈ. …૧

એજી સચા કોલ પતીજણા,
અજ સચો મુહમ્મદ સોહી સોહી. ...૨

એજી પીરન બંદા તોલણા,
ગુર વચન આધા ભી ઢોઈ ઢોઈ. ...૩

એજી સાધુ લંધે સાધ થીયા,
ત્યાં ગાફલ બેઠા રોઈ રોઈ. …૪

એજી સો વરસ લગી જુવણાં,
બંદા આખર મરણા ભી હોઈ હોઈ. ...૫

પીર શમસ કહે દિલ દરિયા ચાંદરૂણા,
જે કરે કિરતાર સો હોઈ હોઈ. …૬

Gujarati Ginans