એજી કાચી કાયા મિટકી,
બંદે ભીંજે તો જાયરે પાણ,
કાંયરે કાચી કાયા મિટકી,
બંદે સાહૂબ નામ સદાય,

મીઠા મે સમરૂ તેરો નામ,
યા શાહ સમરૂ તેરો નામ,
ખુદાવંદ સમરૂ મે તેરો નામ. …૧

એજી કયારે ઓલિયા કયા અંબિયા,
બંદે કયા સો પયગમ્બ પીર,
કૂવેકી ઘટમાલ હય,
બંદે ચલ ગયો સરવે નીર. મીઠા શાહ...૨

એજી મેર પરબત ગઢ ચાલણા,
બંદે ચાલેગો હીયરે સંસાર,
હાથેસું કરણા સો કર લીયો,
જઈ ઉતરો પએલે પાર મીઠા શાહ...૩

એજી ચલંતે ચલંતે હમ થાકિયા,
બંદ સમરો સાહેજીકૉ નામ,
સૈયદ ફાઝલશાહકી વેનતી,
મુંસે મહેર કરો મહેરબાન મીઠા શાહ…૪

Gujarati Ginans