જીરેભાઈરે કાએમ આયા શાહાજીઉ અનંત એ વધાયું,
યારા ચઉ દિસે ચાંદ્રુણા હુઆ..૧.

જીરે ભાઈ સૂતડારે ગાફલ આંઈ જાગો મોરા ભાઈ,
અજ નૂર શાહ અલી પરગટ હુઆ..૨.

જીરેભાઈરે જીસ કેરે મોમને આછી કરણી એ કમાઈ,
યારા આગલ તીસ ફલ ઢોયા,૩..

જીરેભાઈરે જીસ કેરે ભાઈડે હિતે સાંખ એ ભલેરી,
યારા આગલ તીસ ફલ તએસા.૪.

જીરેભાઈરે માટી સો મિટડી મિટી માંહે રિડી ભિડી જાએસે,
યારા કંકુ વરણી હી દેહ...૫.

જીરેભાઈરે જીવડો ને પિડીઅડો સચે સાહેબ દર વહીણાં,
તેજા તો ગિરભ જ કયસા,૬..

જીરેભાઈ ગિનાન અમીરસ પીર ભણાવે સદરદીન,
યારા હીઅ સોસાર સૂનેડો...૭.

Gujarati Ginans