એજી કેસરી સિંહ સરૂપ ભુલાયો,
અજા કેરે સંગે અજા કોઇ રહયો,
એસે ભરમમેં જીવનકું ભૂલાયો,
ભરમ સબ છોડી ભાઇ અલી કરના,

હયબી અલી ને હોયશે બી અલી,
એસા વચન તમે દિલ માંહે ધરના,
એસા વચન તમે દિલ માંહે ધરના,
ભરમ સબ છોડી ભાઇ અલી કકરના...૧.

એજી ભરમને વારો તો સિંહ સુધ હોવે,
અજા કેરો ભાવ સો દિલસું ખોવે,
એસે ભરમમેં ફીર નહીં સોવે,
ભરમ છોડી ભાઇ અલી અલી કરના હયબી...૨.

એજી અવિધામા આવી પડયો સબ જીવ,
આપ પણામા ખોયો હાથે પીવ,
ઓચીંતો આવીને કરેરે ગીરભ,
ભરમ સબ છોડી ભાઇ અલી અલી કરના હયબી.૩..

એજી મુરશીદ કામીલકો સંગ કરીયે,
આવે અવિધા સબ જાય વિસરીયે,
તબતો સૂજે દિલકી ગાલી,
ભરમ સબ છોડી ભાઇ અલી અલી કરના હયબી..૪.

એજી ભરમ ને ટાળો તો સાંહીને પીછાણો,
આપણો આપ મોમન પીછાણો,
પીર શમસ કહે સોહી તમે પાળો,
ભરમ સબ છોડી ભાઇ અલી અલી કરના હયબી..૫.

Gujarati Ginans