એજી સામી રાજો આવશે વીરાભાઇ,
તંબલ એ વાજશે એમુઅલ્લા,
ચઉદીસે ચાંદ્રુણા હુઅડા હો જીઓજી હોજી,..૧.

એજી સૂતડારે ગાફલ આંહી જાગો વીરાભાઇ એમુઅલા,
હી નર શાહા પ્રગટ હુઅડા હો જીઓજી હોજી.૨.

એજી માટીરે મીટડી વીરાભાઇ રિડી ભિડી જિયશે એમુઅલ્લા,
કલર ખાયશે હી દેહડી હો જીઓજ હોજી...૩.

એજી હાડકા ઉપર વીરાભાઇ પવન એ જરેશે એમુઅલ્લા,
ઝાઝા વરશે તિયાં મેહ હો જીઓજી હોજી.૪.

એજી અરથ ગીરથ માલ ધન સોણે કેરી બાજી એમુલ્લા,
હી ઘર સાથ એ ન ચલણા હો જીઓજી હોજી,૫..

એજી નમણી ને ખમણી વીરાભાઇ
હસી હસી મીલણા એમુઅલ્લા,
કાળ ક્રોધ દોય તજણા હો જીઓજી હોજી..૬.

એજી એ ગિનાન મહારસ ભણાવે પીર સદરદીન એમુલ્લા,
બહોત સમર સાથે લીઅણા હો જીઓજી હોજી.૭.

Gujarati Ginans