એજી ઊઠ બએઠબંદા તુ કાંય સુતો,
સોવણ ભલા નવ હોય,
જાગતણા સાહેબ સબ કોઈ પાવે બંદા,
સૂતા ન પામે કોઈ.૧..

એજી વસમો વેરી બંદા હયય તુજ કેડે,
દેખ ચલાવે કેસા,
અલખસુ મન રાખો આપણુ,
ઘડીએ ઘડીએ સંભારો,૨.

એજી સાહેબ જેસો બંદા હય તેરો,
કરીયો અહોરંગ કુછ પામો,
તેરો સાહેબ કબહી ન સોવે બંદા,
તુજે સોવણ કયું ભાવે,,૩.

એજી બહોત નિંદ્રા ભલી ન હોય
એ કોઇ કામ ન સીજે,
એસા કામ કરો તમે બંદા,
જીસથી સાહેબ રીજે,,,૪.

એજી આપણી આપણી અહૉરંગ માટે,
વારા તે આપણા લેશો,
સાહેબ કેરી સેવા કરતા,
નચિત થઈ મત રહેશો,,૫.

એજી જો તમે જાગો બંદા તો સુખ પામો,
સુતા સોહી વીગુતા,
ગઈ વેળા તૂજે ફેર નહીં આવે બંદા,
કેસી તું નિંદભર. ૬.

એજી આપણુ આપ વિચારી તમે ચાલો,
ન સમજયા સો ભૂલા,
સાહેબ કેરી જો સેવા કરતા બંદા,
તિસથી નહી કોઈ રૂડા.૭.

એજી ઉરંગ ઉરંગ જીયા લગી રચના,
એસી તે સુધ ગુમાઈ,
ત્રણ પોર સૂતો એક પોર ન જાગેઓ,
બંદા સીર ઉપર હરણી આઇ.૮.

એજી એ વિમાસણ હય તુજ ભારી,
ન જાણા કિયા હોઇશે,
ગોડ અંધારી માંહ જ રહેણા બંદે,
એકલડા ત્યાં રહેશો.૯.

એજી ગોડ અંધારી માંહે વસમુ છે દાઢો,
એકલડા ત્યાં રહેશો,
દોય જણા ત્યાં પૂછવાને આવે બંદા,
શિયા ઉત્તર તેને દેશો.૧૦.

એજી માઇ ન બાપ કુટુંબ ન કોઈ,
એકલડા ત્યાં રહેશો,
સગા તણા ત્યાં મિત્ર ન કોઈ,
સીર ઉપર ત્યાં સહશો.૧૧.

એજી સહેસ્ર પચાસ નો એક દિન થાશે,
આખર કિયામત પૂછાણુ,
સો સો કરણીએ ત્યા સૂરજ તપશે,
એક દિન એસો આવે.૧૨

એજી ત્રાંબા વરણી ત્યાં ધરતી તપશે,
સો દિન નેહણે આવે,
તિસ વેળા માંહે કરતવ જોઈએ,
બાંદા પૂછાણેકું બોલાવે..૧૩..

એજી તે વેળા તુંને દોયલી થાયશે,
નહી કોઉ આવે તેરે પાસે,
સહસ્ર પચાસ માંહે મહિયર મળશે,
મીલી મીલી પૂછાવે..૧૪.

એજી ખાન મલેક રૂહ ભી કાલબ,
સબ કોઈ એકઠા મલશે,
તે વેળા તમે સાચી કરી જાણો,
નફસા નફસી કરશે.૧૫..

એજી નફસા નફસી સબ કોઈ કરશે,
તમે સાચો શાહ આરાધો,,
જો હોવેંગો તેરો પ્યાર ઘણેરો,
તો મયા કરેંગો મોરો સાંઇયા.૧૬.

એજી ભલે ભલાઇ આખર બૂરે બૂરાઇ,
કિયા આપણા લેશો,
એ ગિનાન મહારસ ભણે પીર સદરદીન,
તમે સાચા તે સાહેબ આરાધો.૧૭..

Gujarati Ginans