એજી ઊંચથી આયો બંદે નીચ કીંયુ ધિયાવે,
ચાર દિન રહેવણા બંદે જૂઠ કીયું કમાવે,
ઇસરે ગુને બંદે કીયા ફલ પાવે,

ભરમે મત ભૂલોરે ભાઇ નમી ચાલો મરણા,
શફાયત રસુલકી શફાયત પયગમ્બરકી,
જૂઠસુ ડરણા ભાઇ જૂઠસું ડરણા,
ભરમે મત ભુલો રે ભાઇ નમી ચાલો મરણા..૧.

એજી નાગો તું આયો બંદે ઢકીયો તું લોણે,
હલત્ર કમાવે સો પલત્ર કીંયું ખોવે,
પાપ કરી સત ધરમકું છોડે ભરમે..૨.

એજી દીન છોડી જે કોઇ દાવે પડિયા,
રાહ ચૂકા પાપી સાથેસું ખડિયા,
આપ મુરાદા જીવ દોઝખે પડિયા..ભરમે.૩.

એજી પંથ પૂરો સૂરો કોઇક ધિયાવે,
નબી મુહમ્દ જો વે કહાવે,
સાચો ઇલમ પીર શમસ ભણાવે ભરમે.૪.

Gujarati Ginans