આહીં કરોઓ મોમન મન ધીરારે હુસીઆરી જ હુઓ,
યારા એમહી વિચારો વીરારે...૧.

પાછમ લિખાયો. સો કાંએ ન પતીજે. મોરા ભાઈરે...૨

શાહા પધરો થીયો. આંહી પતીજે મોરા ભાઈરે..૩

સોંસારે મ રાચો, યારા કૂડી સો હી દુનિયા આઈરે..૪

મન માહે સિરેવો, માલ મ સંચો મોરા ભાઈરે...૫

દીપ જંપુઅ દીપમે, તીતે શાહા રહેમત લાઈરે...૬..

બેડા ભરપૂર ભરેઆ, સે સાધ સહી ચળંદારે,...૭.

જે કે પૂર ન પુનડા સે ગાફલ હથ હણંદારે... ૮.

જીની શાહ ધર સિરેવીઆ, સે ભાઈડા મોખ લહંદારે...૯

હુ બલીહારી તિનિ મોમને, જે ગુરજે વાયકે વોહંદારે...૧૦.

સચેકે કૂડ ન ગમેઓઓ, યારા દીયાણી નિત જેડારે...૧૧..

પાછમે લિખાયો સો, કલમાહે કરે શાહ નિવેડોજી...૧૨.

પીર બોલેઆ સદરદીન, ભાઈરે શાહ ધર મેડારે...૧૩

Gujarati Ginans