એજી અલખ સિરેવો બાના આપણું,
બાના સચથી કરિયો કમાઇ,
અલ્લાહ યાદ કરિયોજી.૧.

એજી દુનિયા ફાની જાણીએ,
બાના હી લાદાણુ સાથ.
અલ્લાહ યાદ કરિયોજી..૨.

એજી પુરખ પાછમથી સામી રાજો આવશે,
શાહ મારો દુલ દુલ ઘોડે અસવાર.
અલ્લાહ યાદ કરિયોજી..૩.

એજી જંપુમે શાહા તખત રચાવે,
શાહાના મુનિવર મેડામેડ.
અલ્લાહ યાદ કરિયોજી.૪.

એજી કોટ ઘટા ઘટ લુટીયા,
તારો ભમર ચલિયો મોકલાય.
અલ્લાહ યાદ કરિયોજી.૫.

એજી કાયા હીઅસા દેહડી.
તેનુ હંસ ઉડાણુ જાય.
અલ્લાહ યાદ કરિયોજી.૬.
એજી કાયાસેંથી હંસ વીછુટા,
તેનુ મુશકીલ હોય કરાર.
અલ્લાહ યાદ કરિયોજી.૭.
એજી ગોડ અંધારી માહેં ચાલણા,
તેનુ અજરાઇલ જલાદ જીવડો કબજ કરશે,

એજી છોડ વસંતા ઝૂપડા,
તમે ઉજડ જાય વસાય પાધીં પંથરે શ્રેવો.
અલ્લાહ યાદ કરિયોજી..૯.

એજી પીર ભણે સદરદીન મોમનો,
બાના હી કૂડો સંસાર.
અલ્લાહ યાદ કરિયોજી..૧૦.

Gujarati Ginans